લંડન-

કિસાન આંદોલન પર બ્રિટનમાં પણ રાજકારણ ચાલી રહ્યું છે. બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ તન્મનજીત સિંહ ઢેસીએ વડાપ્રધાન બોરીસ જ્હોનસનને ભારત માં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શન માટે 100 થી વધુ સાંસદોએ અને લોર્ડસની સહી સાથેનો પત્ર મોકલવામાં આવ્યો છે.

પત્રમાં તન્મનજીત સિંહ ઢેસીએ બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જ્હોનસનને અપીલ કરી હતી કે, જ્યારે હવે બ્રિટીશ વડાપ્રધાન તેમના સમકક્ષ પીએમ મોદીને મળે ત્યારે તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવવો પડશે અને આશા રાખવી જોઈએ કે ભારતમાં ખેડુત આંદોલનનો જલ્દીથી હલ થવો જોઈએ. લેબર પાર્ટી સાંસદ તન્મનજીતસિંહ ઢેસીના નેતૃત્વ હેઠળ, બ્રિટિશ  36 સાંસદોએ અગાઉ કોમનવેલ્થ સચિવ ડોમિનિક રાબને પત્ર લખ્યો હતો. જેમાં સાંસદોએ ખેડૂત કાયદા સામે ભારત પર દબાણ લાવવા માંગ કરી હતી. સાંસદોના જૂથે ડોમિનિક રોબને પંજાબ અને વિદેશમાં શીખ ખેડૂતોના સમર્થન અને કોમનવેલ્થ ઓફિસ દ્વારા ભારત સરકાર સાથે વાત કરવા જણાવ્યું હતું.

જે સાંસદોએ પીએમ જોહ્ન્સનને મોકલેલા પત્રો પર હસ્તાક્ષર કર્યા છે તેમાં ડેબી અબ્રાહમ, તાહિર અલી, ડો રૂપા હક, અપ્સના બેગમ, સર પીટર બોટલી, સારાહ ચેમ્પિયન, જેરેમી કોર્બીન, જ્હોન ક્રેડસ, જ્હોન ક્રાયર, ગેરેન્ટ ડેવિસ, માર્ટિન ડોકર્ટી હ્યુજીસ, એલનનો સમાવેશ થાય છે. ડોરન્સ, એન્ડ્ર્યુ ગ્વેન, અફઝલ ખાન, ઇઆન લોવરી, એમ્મા લોવરી, ક્લાઇવ લુઇસ, ટોની લોઈડ, ખાલિદ મેહમૂદ, સીમા મલ્હોત્રા, સ્ટીવ મેકબે, જોન મોકડોનેલ, પેટ મેકફેડન, ગ્રેહામ મોરિસ, કાર્લોઇન નેસોર્સ, વગેરે.