ફૂડ લાઇસન્સ વગર ફૂડ વેંચતા ૧૧ ધંધાર્થી ઝડપાયા
03, માર્ચ 2023

રાજકોટ રાજકોટ આજે આરોગ્ય વિભાગના દરોડામાં ફૂડ વેંચતા ૧૧ ધંધાર્થીઓ ફૂડ લાઇસન્સ વગર ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા ઝડપાયા હતા. પરંતુ આરોગ્ય વિભાગે દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાને સ્થાને માત્ર લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપીને સંતોષ માની લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના નાગેશ્વર મેઇન રોડ -જામનગર રોડ વિસ્તારમાં આવેલ મહાદેવ નમકીન, તિરુપતિ ફરસાણ સ્વીટ માર્ટ, સનરાઇઝ સુપર માર્કેટ, ગાંધી સોડા શોપ, લાઈફ કેર ફાર્મસી, ગોપાલ નમકીન સ્વીટ માર્ટ, મહાવીર પ્રોવિઝન સ્ટોર, સુરેશ નમકીન, શ્રીજી મેડિકલ સ્ટોર, અનમોલ રસ ડેપો અને શ્રી બાલાજી કોલ્ડ્રિંક્સ શ્ આઇસ્ક્રીમને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર અને અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ ખાતેથી જાયદી ખજૂર, અરિહંત પ્રોવિઝન સ્ટોરમાંથી હારડા,એન. બી. બ્રધર્સમાંથી દાળીયાના નમૂના લેવામાં આવ્યા હતા.

ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીની તાલીમ અંતર્ગત વ્રજ હાઈટસ ખાતે ફાયર સેફટી અંગેની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલા રહેવાસીઓને બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જાેઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો,જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ અપાઈ હતી.

પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે અને આ તમામ કાર્યક્રમો દ્વારા ૈંઝ્રડ્ઢજીનાં લાભાર્થીઓને જીવન ઉપયોગી મેસેજ મળી રહે તેવા સુચારૂ પ્રયત્નો કરવામાં આવે છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પૂર્ણા કિશોરી જાગૃતિ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં ૧ માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓ માટે સ્થળ પર જ લોહીની તપાસ ૐમ્ ટેસ્ટની સગવડો ઉપસ્થિત કરવામાં આવી હતી. જેમાં ૧૩૦ કિશોરીનો ૐમ્ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution