01, માર્ચ 2021
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આજે અવસર ઉજવવામાં આવ્યો હતો. લોકશાહીના આ પર્વમાં દરેકે ભાગ લીધો હતો. ખેડા તાલુકાના હરિયાળા ગામમાં શાળાના મતદાન મથક ૧માં ૧૧૦ વર્ષના રતનબા આશાભાઈ ચાવડા કે જેઓ હરિયાળા રાધે ક્રિશ્ના સોસાયટીમાં રહે છે. તેઓ આજે ચૂંટણીમાં પોતાનો મત નાખવા મતદાન મથકના રૂમમાં આવી પહોંચ્યા હતાં.
એ વખતે ત્યાં હાજર ચૂંટણીમાં કામ કરનારાં કર્મચારીઓએ તેમને બે હાથ જાેડી વંદન કરીને તાળીઓથી વધાવ્યાં હતાં. તેમનો ખુબ આભાર માન્યો હતો.