વડોદરા : ભારતમાં એમેઝોન કંપનીએ ૮૫૪૬ કરોડની લાંચ આપી હોવાના ખુલાસા બાદ હવે આ લાંચ હાલના કયા અધિકારીઓ અને કયા નેતાઓએ લીધી છ?ે તેના નામ બહાર આવવા જ જાેઈએ અને આ માટે નિષ્પક્ષ, સમયબદ્ધ અને ન્યાયિક તપાસ કરવા કોંગ્રેસે માગ કરી છે.ઉપરાંત એમેઝોન દેશમાંથી ૪૫૦૦૦ કરોડ કમાય છે તેની ૨૦ ટકા રમકની લાંચ આપી છે. ત્યારે સમગ્ર મામલાની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ લાંચનો દેશના લઘુ અને મધ્યમ ઉદ્યોગોની બેહાલી વચ્ચે સીધો સંબંધ છે. છેલ્લા એક વર્ષમાં ૧૪ કરોડ રોજગાર ખતમ થઈ ગયા છે. એમેઝોને આ રકમ લીગલ ફીના નામે આપી હોવાનું કહ્યું છે. અમેરિકામાં તેની તપાસ શરૂ થઈ ગઈ છે અને એકને રજા પર ઉતારી દીધો છે. ૮૫૪૬ કરોડ કોના ખિસ્સામાં ગયા તેની સ્પષ્ટતા થવી જાેઈએ અને જવાબદારો સામે કાર્યવાહી પણ થવી જાેઈએ તેમ તેમણે જણાવ્યુ હતુ,

તેમણે કહ્યુ હતુ કે, વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી પદે હતા ત્યારે એફ ડી આઈ અને રિટેલ અંગે જુદી વાત કરતા હતા અને હવે તેઓ વડાપ્રધાન બન્યા છે તો આ મુદ્દે અલગ વાત કરે છે. ફ્રાન્સના રફાલ મુદ્દે પણ કોંગ્રેસે જેપીસી બનાવવા માંગ કરી હતી. જેના રૂપિયા ગયા છે તે તપાસ કરતું નથી અને જેને રૂપિયા મળ્યા છે તે ફ્રાન્સે તપાસ કરી રહ્યુ છે. અને આક્ષેપ કરતા એમ પણ કહ્યુ હતુ કે,આ સરકારના નાક નીચેથી માલીયા, નીરવ મોદી જેવા ભાગેડુ છટકી જતા હોય તો પછી આ સરકાર પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકાય. એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, એનસીબીના મહાનિર્દેશકનું પદ છેલ્લા ૧૮ મહિનાથી ખાલી છે. ભારતમાં યુવાનોને બરબાદ કરવા ડ્રગ્સ આવી રહ્યું છે. ડ્રગ્સ વેચીને તે રૂપિયા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ પાછળ વપરાય છે. ગયા જૂનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઠલવાયો હતો તેના મૂળ સુધી જઈ તપાસ કરવા તેમણે કહ્યું હતું.