વાંસદા તાલુકા પંચાયતની ૨૮માંથી ૧૫ બેઠક ભાજપને ફાળે
03, માર્ચ 2021

વાંસદા. વાંસદામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પરિવર્તનનું વાવાઝોડું ફુંકાતા આ વાવાઝોડામાં કોંગ્રેસ ફેંકાય ગઈ છે અને મતદારોએ પાંચ વર્ષ બાદ ફરી ભાજપના વિકાસમાં વિશ્વાસ મૂકી જિલ્લા પંચાયતની ૭’બેઠકો પૈકી ૪’ બેઠકોમાં ભાજપને ઝળહળતી જીત અપાવી છે.કોંગ્રેસ પાંચ વર્ષ દરમિયાન પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફ્ળ રહેતા માત્ર તા.પં.માં.૧૩ બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તા.૨-માર્ચના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાપંચાયતની મતગણતરીની શરૂઆત થતા મહત્તમ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને જેમ-જેમ મતગણના આગળ ધપતી ગઈ તેમ-તેમ પરિવર્તનનો વાયરો તેજ બન્યો હતો.ખાસ કરીને આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીના ઉમેદવારો નડતા ભાજપને વિજય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો હતો જાે કે. તાલુકા પંચાયતની ૨૮ બેઠકોમાં ભાજપના ૧૫”ઉમેદવારો વિજેતા બન્યા હતા.આ વખતે સિણધઈ-ખંભાલિયા ઉનાઈ-ચઢાવ જેવા કોંગ્રેસના મહત્વના ગઢ ગુમાવવા પડ્યા છે આ વખતે કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ સ્થપાયું હોય તેમ જિલ્લા પંચાયતની ૭’બેઠકો માંથી ૪ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો જેમાં જિલ્લા પંચાયત બેઠકોમાં કોંગ્રસને બદલે ભાજપના ઉમેદવારોને મળતા મતનું પ્રમાણ વધતું જાેવા મળ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution