મુંબઈ-

વરલીમાં આવેલા એનસીપીના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક બંગલામાંં કામ કરનારી બાર વ્યકિત કોરોના પોઝિટિવ આવી છે, એમ મહારાષ્ટ્ર્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું. જોકે રાહતની વાત એ છે કે શરદ પવારના ટેસ્ટના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ તેમને આગામી કેટલાક દિવસો માટે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે અને રાયમાં કોઈ પણ પ્રવાસ પર ન જવા માટે કહેવામાં આવ્યું છે, એમ ટોપે પત્રકારોને જણાવ્યું હતું. પવારના સિલ્વર ઓક નિવાસસ્થાન પર રસોઈયા સહિતના બે લોકો અને બે સુરક્ષા ગાડર્સના કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એ સાથે જ સુપ્રિયા સુળેનો ડ્રાઈવર પણ પોઝિટિવ આવ્યો છે.