વડોદરા : શહેરમાં કોરોનાના કાળા કહેરની હાલત અત્યંત કરૂણ તબક્કામાંથી પસાર થઇ રાય છે.ત્યારે અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વડોદરા શહેરમાં એક જ દિવસમાં ગુરુવારે કોરોનાનો મૃત્યુ આંક બેવડી સદી ફટકારતો માંડ માંડ રહી ગયો છે. જે ૧૮૧ મૃતંકે અટકી ગયો હતો. જેને લઈને તંત્રની કોરોનાના મરુતાંકોની આંકડાઓની માયાજાળમાં નર્યું ઝુઠાણું અને ધુપ્પલ ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ કરે છે. શહેરમાં ગુરુવારે એકજ દિવસમાં કોરોનાથી ૧૮૧ના મોત નીપજ્યાની માહિતી પ્રાપ્ત થઇ છે. જેને લઈને તંત્રમાં હાહાકાર મચી ગયો હોવા છતાં પણ આ બાબતે સતત ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. પ્રજામાં ડર કે ભયનો માહોલ સર્જાય નહીં એવા બહાના અને આકાઓને ખુશ રાખવાને માટે આંકડાઓની માયાજાળ રચીને પ્રજાને સતત છેતરવામાં આવી રહી છે. પરંતુ ચોર એક નિશાની છોડી જાય છે.એમ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા વિશેષ કંટ્રોલ રૂમમાં આ બાબતને લઈને અંદરો અંદર થતી ચર્ચામાંથી સમગ્ર મોતના આંકડાઓ છુપાવવાનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા કોરોનાના દર્દીઓના ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં થતા મૃત્યુ પછીથી અગ્નિ સંસ્કારને માટે સ્મશાન અને ચિતા નંબર ફાળવવાની કામગીરીને માટે વિશેષ કંટ્રોલ રૂમ ઉભું કરવામાં આવ્યું છે.જેનો સત્તાવાર નંબર અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો છે. જે માત્ર ખાનગી અને સરકારી કોવીડ હોસ્પિટલોના સત્તાવાળાઓને જ આપવામાં આવે છે.જેથી કોઈપણ કોરોનાના દર્દીનું મોત નીપજે તો એની માહિતી આ વિશેષ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે.જ્યાંથી વિવિધ સ્મશાનોના ઓનલાઇન રાખવામાં આવેલ ચિતાઓ પરથી ક્યાં કાયા નંબરની ચિતા ખાલી છે.એના આધારે માહિતી મેળવીને કોરોના મૃતકોને જે તે સ્મશાનમાં ચિટ નંબર સાથે જગ્યા ફાળવવાનું કામ આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આ કંટ્રોલ રૂમને ક્યાંથી ઓપરેટ કરવામાં આવે છે.એની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવી છે. તેમ છતાં એમાં નોંધાયેલી મૃતકોની વર્ધીઓની સંખ્યા પરથી ગુરુવારના રોજ કોરોનાના ૧૮૧ જેટલા દર્દીઓના મોત નીપજ્યાની બાબતનો ઘટસ્ફોટ થયો હતો. આમ અત્યાર સુધી તંત્ર દ્વારા પોતાની ભુલોનું પાપ છુપાવવાને માટે જે પ્રયાસો કર્યા હતા એનો એક ઝાટકે પર્દાફાશ થઇ જવા પામ્યો છે. સૌથી વધુ કરું બાબત તો એ છે કે આટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓના મોત નિપજવા છતાં ડેથ ઓડિટના નામે તંત્ર રોજ માત્ર બે કે ત્રણ દર્દીઓના મોતને જ સત્તાવાર બહાલી આપે છે. જયારે કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા અત્યંત ઉંચી છે. એ વાતને બહાલી મળી છે. પાલિકા તંત્ર અને સરકાર દ્વારા જે રીતે કોરોનાના હજારો બેડ વધારવાને માટે રોજે રોજ આયોજનો કરવામાં આવે છે.રાતો રાત ચાર ચાર જગ્યાઓએ કોરોનાના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાને માટે મોટી ટેન્કો ઉભી કરવામાં આવી રહી છે. એ પણ હોસ્પિટલો ઉપરાંત હોસ્ટેલ જેવી જગ્યાઓ સહિતના સ્થળો પર ઉભી કરાય ત્યારે પ્રજા પણ સમજી શકે છે. કે પરિસ્થિતિ ગંભીર છે. તેમ છતાં પ્રજાને મૂર્ખ માનતું તંત્ર રોજે રોજ મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં કોરોનાના મૃતકોની ચિત્કારો અને એમના નિકટના સગા સબંધીઓનો વલોપાત ટકોરા પીતી પીટીને કહે છે કે કોરોનાના દર્દીઓનો મૃતાંક અત્યંત ઉંચો છે. જેનો પર્દાફાશ થવા પામ્યો છે. જાે હજુ આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવશે.એક સપ્તાહ બાદ વિસ હજાર દર્દીઓ પ્રતિ રોજ આવવાનો અંદાજ છે. એ જાેતા હાલમાં સત્તાવાર પોઝિટિવ દર્દીઓના ચાલીસ ટકા જેટલો મૃતાંક છે. તો જયારે વિસ હજાર દર્દીઓ દાખલ થશે ત્યારે મરુતાંકના આંકડાની કલ્પના જ ધ્રુજાવી દેનારી હશે. એમ ચર્ચાય છે.