ગુજરાતમાં પંચાયત વિભાગમાં છ મહિનામાં કરાશે 16400ની ભરતી
21, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર ,તા.૨૧

પંચાયત રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે ડીડીઓની કૉન્ફ્રસન્સ બોલાવી છે. ગાંધીનગર સ્વર્ણિમ ૨ ખાતે રાજ્યના ડીડીઓની હાજર રહેશે. જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. બ્રીજેશ મેરજાએ કહ્યું કે, પંચાયત વિભાગની ખાલી ૧૫૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા પધાધિકારીઓ નું માન સન્માન જળવાય તે માટે ઙ્ઘર્ઙ્ઘ ને મેં તાકીદ કરી છે. પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને અધિકારીઓ કામગિરી કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકશે. જન પ્રતિનિધિનું માન સન્માન ન જળવાય તે તૃટી ચલાવી નહિ લેવામાં આવે. હાલમાં પંચાયત વિભાગની કુલ ૧૬૪૦૦ જગ્યાઓ ખાલી છે. ટૂંકા ગાળામાં જ ભરતાની કાર્યવાહી કરવામાં આવશે. આવતા ૬ મહિનામાં આ ભરતી પુરી થાય તેવી અપેક્ષા છે. અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જુના ફોર્મ ભરાયા છે તેના ફોર્મ ફી પરત કરવામાં આવશે. બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જાેઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં ૧૦૦ રસીકરણ થાય તે દિક્ષામાં કામ કરવા કહેવાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution