વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના એ ઘાતક સ્વરુપ ધારણ કર્યો છે લોકડાઉન બાદર્પણ વલસાડ જિલ્લા માં જીવલેણ કોરોના વાઇરસ ના સંક્રમણ માં ઘટાડો થતો નથી દરરોજ સંક્રમિત દરદીઓ ની સંખ્યા માં વધારો નોંધાઈ રહ્યો છે આજે ૧૩૩ નવા દરદીઓ સામે આવ્યા છે અને ૧૩ દરદીઓ ના સત્તાવાર મરણ નોંધાયો છે.

આજે વલસાડ જિલ્લા માં કોરોના બોમ ફાટ્યો છે ૧૩૩ દરદીઓ સામે આવ્યા છે ૬૬ દરદીઓ ડિસ્ચાર્જ થઈ ઘરે ગયા છે જ્યારે અતિ દુઃખદ એમ ૧૩ દરદીઓ મોત ને ભેટ્યા છે. વલસાડ તાલુકા માં ૫૭, પારડી માં ૯, વાપી ૧૦, ઉમરગામ માં ૨૫, ધરમપુર મા ૩૦અને કપરાડા માં ૨ કેસ મળી ૧૩૩ કેસો નોંધાયા છે. વલસાડ તાલુકા માં અત્યાર સુધી માં ૧૫૪૭ કેસ અને દાખલ દરદીઓ ૫૧૩ અને ડિસ્ચાર્જ ૯૫૦ દરદીઓ અને ૫ ના મોત કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર ૭૯ ના નોંધાયા છે પારડી તાલુકા માં કુલ ૪૧૮ કેસો તેમાંથી ૧૦૧ દાખલ છે ૨૭૮ ડિસ્ચાર્જ થયા છે અને ૭ ના મરણ તેમજ અન્ય કારસોસર ૩૨ ના મરણ નોંધાયા છે વાપી તાલુકા માં ૬૨૭ દરદીઓ તેમાં થી ૧૦૮ દાખલ છે અને ૪૪૪ ડિસ્ચાર્જ થયા છે ૭ ના મરણ પરંતુ અન્ય કારણોસર ૬૮ ના મરણ થયા છે ઉમરગામ તાલુકા માં ૩૫૮ દરદીઓ તેમ થી ૧૭૭ દાખલ છે અને ૧૫૭ ડિસ્ચાર્જ થયો છે અને ૧ નું મરણ જયારે અન્ય કારણોસર ૨૩ નું મરણ થયું છે થયું છે. ધરમપુર માં ૨૮૦ દરદીઓ માંથી ૧૩૭ દાખલ છે અને ૧૦૮ ડિસ્ચાર્જ થયા છે જ્યારે ૯ ના મરણ થયા છે અને અન્ય કારણો સર ૨૬ ના મરણ થયા છે કપરાડા તાલુકા માં ૧૭૩ દરદીઓ માંથી ૬૩ દાખલ છે અને ૧૦૦ ડિસ્ચાર્જ થયાં છે જ્યારે ૪ ના મરણ નોંધાયો છે. કોરોના પોઝિટિવ સહિત અન્ય કારણો સર ૬ ના મરણ થયા છે અત્યાર સુધી માં જિલ્લા માં કુલ ૩૪૦૩ કેસો નોંધાયા છે ૧૦૯૯ દરદીઓ સારવાર હેઠળ છે.