વડોદરા, તા. ૧૬

ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૮ શનિવારના રોજ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થવા માટે આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર વિશાળ જનમેદનીની સુવિધા માટે સભાસ્થળે૭ મહાકાય જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આ માટે તા.૬ જૂનથી ૫૦૦ લોકો અત્યાધુનિક જર્મન ડોમ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.૧૭ લાખ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા સભા સ્થળમાં ૫૦૦ કારીગરો સાથે ૧ સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, ૫ કાર્યપાલક ઇજનેર, ૧૫ નાયબ કાર્યપાલક ઇજનેર, ૩૦ દદનીશ ઇજનેર પણ જર્મન ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કામ કરી રહ્યા છે.

વડાપ્રઘાનના ક્રાયક્રમ સ્થળ આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક જર્મન ડોમમાં વરસાદ કે ગરમીની કોઇ અસર લોકોને નહીં થાય. આ ઉપરાંત જનમેદનીની સુવિધા માટે અહીં ૮૦ એલઈડી અને સાડા ચાર હજાર પંખા ફીટ કરવામાં આવ્યા છે, સાથે જ સભા સ્થળે મેડિકલ ટીમો, ઇ-ટોયલેટ વાન સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રૂ. ૨૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન વડાપ્રઘાન દ્વારા કરવામાં આવનાર છે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય સભામાં ભારે માનવ મહેરામણ ઉમટવાનું છે, ત્યારે લોકોની સુવિધા માટે વહીવટી તંત્ર પણ ખડે પગે છેલ્લા કેટલાક દિવસો થી કામગીરી કરી રહ્યુ છે.

વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર ના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગના અઘિકારીઓ કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત પાલિકા તંત્ર તેમજ શહેર ભાજપા દ્વારા એરપોર્ટ થી લઈને લેપ્રેસી ગ્રાઉન્ડ સભા સ્થળ સુઘી ના સમગ્ર માર્ગને રંગરોગાણ સાથે સુશોભીત કરવામાં આવ્યો છં. તેમજ આકર્ષક ભીત ચીત્રો તેમજ વડાપ્રઘાનને આવકારતા બેનર્સ,હોર્ડીંગ લગાડવામાં આવ્યા છે. જ્યારે શહેર ભાજપ દ્વારા પણ શહેરના અનેક માર્ગો પર ભાજપના ઘ્વજ લગાડવામાં આવ્યા છે.જ્યારે પાલિકા તંત્ર દ્વારા ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગને આકર્ષક રોશની થી ષણગારવામાં આવી છે

.આમ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં તંત્ર દ્વારા રાત દિવસ ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.