ગણપત યુનિ.નો ૧૪મા પદવીદાન સમારોહ
23, ડિસેમ્બર 2020

ગણપત વિદ્યાનગર : રાજયની પ્રથમ પ્કિતની અને હાઈટેડ તરીકે નામના પામેલી ગણપત યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ આજે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ઓનલાઈન યોજાયો હતો. જેમાં દેશ પરેદશની ધરતી ઉપર વસતા ગણપત યુનિ.ના વિદ્યાર્થીઓ, વાલીઓ શુભેભ્છકો મિત્રો સહિત ૧૭ હજાર જેટલા લોકોએ ઉપસ્થિત રહી સમારોહની ઉજવણીમાં સહભાગી થવાનો આનંદ માણ્યો હતો. આ અગાઉ તા.૧૫મીથી ૧૮ ડિસેમ્બર દરમિયાન ગણપત યુનિ.ની વિવિધ જ્ઞાન શાખાઓના વિદ્યાર્થિઓએ અલગ અલગ દિવસે કોવિડ-૧૯ની સરકારી ગાઈલાઈન અનુસારીને મર્યાદિત સંખ્યામાં ઉ૫સ્થિત રહી ગણપત યુનિ. પરિસરમાં જ યોજયેલા કોન્વેકસન-૧૪ના નાના મસારોમાં પોતાની ડિપ્લોમાં, ડિગ્રી, માસ્ટર અને પીએચ ડીની પદવીઓ મેળવી હતી. તા.૨૨ના રોજ ઓનાલઈન યોજયેલા મુખ્ય ,ધવીદાન સમારોહની વીશેષતાઓ હતી કે તેમાં કોન્વેકેશન-૧૪ના ચિફગેસ્ટ, અમેરિકાની કેલિફોનિયા પોલિટેકનિક યુનિ., યમોનાના પ્રેસિડન્ટ,વિધવાન મહિલા,મેડમ સરાયા એમ. કોલી અને વિશેષ અતિથિ તરીકે ગણપત યુની.ના પ્રેટ્રન ઈન ચિફ અને પ્રેસિડેન્ટ પદમશ્રી ગણપતભાઈ પટેલ ખાસ યુએથી ઓનલાઈન જાેડાઈને વિદ્યાર્થિઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તેના માટેના આશીર્વાદ અને શુભકામના પાઠવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution