દ્વારકા, દેવભૂમિ દ્વારા ન્ઝ્રમ્ અને ર્જીંય્ની ટીમે મંગળવારે સાંજે ખંભાળિયાના આરાધના ધામ પાસેથી મુંબઈના એક શખ્સને હેરોઈન અને સ્ડ્ઢ ડ્રગ્સના સાથે ઝડપ્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી ગુજરાત આવ્યું હોવાનો ખુલાસો થયો છે. સલાયાના બે ભાઈઓએ જ આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને ભાઈઓના ઘરેથી વધુ ૪૭ પેકેટ કબજે કરતા ઝડપાયેલા ડ્રગ્સની અંદાજીત કિંમત ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંઘ અને દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જાેશીએ ડ્રગ્સ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.દ્વારકામાં પકડાયેલા કરોડોના ડ્‌ર્ગ્સ મામલે દ્વારકાના રેન્જ આઈજી સંદીપ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આખરે કેવી રીતે સ્થાનિક પોલીસે કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુંબઈના આરોપી સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પહેલીવાર સ્થાનિક પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સંદીપ સિંહે જણાવ્યું કે, પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક શખ્સના હિલચાલ શંકાસ્પદ છે. તેમની એક્ટિવિટી વિચિત્ર છે અને તે સ્થાનિક લાગતો નથી. વર્ણનના આધારે પોલીસ દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરાયો હતો. આરાધના ધામ પાસેથી એક શખ્સ પકડાયો હતો. જેની પાસે ત્રણ બેગ હતા. પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા ૧૧.૪૮૩ કિલો હેરોઈન મળી આવ્યું. ૬.૬૮ ગ્રામનું એમડી ડ્રગ્સ મળ્યું. કુલ મળીને ૧૭ કિલો ૬૫૧ ગ્રામ થાય છે. જેની કિંમત ૮૮ કરોડની થાય છે. આ ડ્રગ્સ નાના પેકેટમાં પેક કરાયેલુ હતું. શખ્સની પૂછપરછમાં તેમણે પોતાનું નામ શહેજાદ અને મુંબઈના રહેવાસી હોવાનું જણાવ્યુ હતું. તેઓ બે દિવસ પહેલા ખંભાળિયા આવીને આરતી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. બે દિવસથી તે કન્સાઈનમેન્ટ લેવાનો પ્રયાસ કરતો હતો. ગઈકાલે તેણે કન્સાઈનમેન્ટ મેળવ્યું હતું. તેણે સલીમ કારા અને અલી કારાનું નામ લીધું હતું. આ બાદ પોલીસે સલીમ કારા અને અલી કારાની અટકાયત કરી છે. શહેજાદની જેમ જ સલીમ કારા અને અલી કારા પાસેથી ૪૭ ડ્રગ્સના પેકેટ મળ્યા છે. તેની ગણતરી હજી ચાલી રહી છે. જેની માહિતી હજી સામે આવી નથી. જેથી ડ્રગ્સનો આંકડો વધી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. જાે કે, પાકિસ્તાનથી આ જથ્થો કયા બંદર પર કઈ રીતે લાવવામા આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં ડ્રગ્સને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવેઃ ગૃહ રાજ્ય મંત્રી

ગાંધીનગર  ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું દૂષણ મોટા પાયે વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાત એક સલામત પેસેજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો અવારનવાર પકડાઈ રહ્યો છે. આ સંજાેગોમાં આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ૬૬ કિલોથી વધુનો ડ્રગ્સ નો જથ્થો પકડી પડાયો છે. જે અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સને કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહિ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત મોટી માત્રામાં પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, દુનિયામાં ડ્રગ્સનું દૂષણ ઘણું ઝડપથી વધી રહ્યુ છે. યુવા ધનને ડ્રગ્સની લતમાં ધકેલવા માટે માફિયાઓ અનેક પ્રકારની તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગના માર્ગ દર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે કુલ ૫૮ જેટલા કેસો કરવામાં આવ્યા છે. જયારે ૯૦ થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.