સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા હથિયાર સાથે 2 શખ્સો ઝડપાયા, જાણો કયાં
08, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

અમદાવાદમાં દેશી તમંચા અને રીવોલ્વર સાથે અનેક શખ્સો અવારનવાર ઝડપાતા હોય છે. તેવામાં નરોડા પોલીસે દેવી સીનેમા પાસેથી દેશી રીવોલ્વર લઈને ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે. નરોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે બે પરપ્રાંતિય ઈસમો પોતાની પાસેની વાદળી રંગના થેલામાં દેશી બનાવટની રિવોલ્વર લઈને ફરી રહ્યા છે. હાલમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં પોલીસે બાતમી મુજબના શખ્સો ચાલતા આવતા દેખાતા તેઓની ઝડપી પાડ્યા હતા.

બન્ને આરોપીઓની પુછપરછ કરતા રાજસ્થાનનનાં ટાંક જિલ્લાનો દેવેન્દ્રસીંહ રાજાવત અને અન્ય યુવક અજમેરનો દિનેશ જાટ હોવાનું સામે આવ્યુ હતુ. બન્ને શખ્સો અભ્યાસ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ..દેવેન્દ્રસિંહ રાજાવતનાં જેકેટમાંથી પોલીસે દેશી રીવોલ્વર મળી આવી હતી જેની અંદાજીક કિંમત 10 હજાર રૂપિયા છે..તેમજ બન્ને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે કબ્જે કર્યા હતા. રીવોલ્વર રાખવાનું કોઈ લાઈસન્સ પોલીસને મળતા પોલીસે બન્ને શખ્સોને પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી હતી. નરોડા પોલીસે હાલતો બન્ને આરોપીઓની ધરપકડ કરી આ રીવોલ્વર તેઓ ક્યાથી લાવ્યા હતા અને ક્યાં તેનો ઉપયોગ કરવાનાં હતા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution