અમદાવાદ, ૪૭ વર્ષીય પતિને ઓફીસમાં કામ કરતી ૨૦ વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પતિ ઓફીસમાં કામ છે તેમ કહીને યુવતી સાથે રહેવા લાગ્યો હતો. બીજી બાજુ પત્નીને આ અંગેની જાણ થઈ જતા તેણે ૧૮૧ અભય હેલ્પલાઈનની મદદ માગતા ૧૮૧ ની ટીમે ઘટના સ્થળ પર પહોંચી પતિનું કાઉન્સેલીંગ કરી મામલો થાળે પાડી પતિ પાસે માંફી પણ મંગાવી હતી.

શહેરમાં ૧૮૧ ની ટીમને એક ફોન આવ્યો હતો જેમાં એક મહિલાએ જણાવ્યું હતું કે, મારો પતિ એક ૨૦ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને ઓફીસમાં જવાનું કહીને યુવતી સાથે અલગ ફ્લેટમાં રહે છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચિત કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે, તેમના ૪૭ વર્ષીય પતિને ઓફીસમાં કામ કરતી ૨૦ વર્ષીય યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જાે કે આ અંગેની જાણ મહિલાને ન હતી. પરંતુ પતિ અવાર નવાર ઓફીસમાં કામ છે તેમ કહીને મોડા આવતા મહિલાને શંકા જતા તેણે પતિનો પીછો કર્યો ત્યારે તેનો પતિ તેનાથી અડધી ઉંમરની યુવતી સાથે અલગ ફ્લેટમાં રહેવા લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો પણ થય હતો. તેમ છતા પતિ આ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આથી તંગ આવીને મહિલાએ ૧૮૧ અભય હેલ્પલાઈનની મદદ માંગી હતી. આ અંગેની જાણ થતા ૧૮૧ ની ટીમે મહિલાના પતિને બોલાવી તેમની સાથે વાત કરીને જણાવ્યું હતું કે, તમારા ૨ બાળકો છે તેટલી ઉંમર પણ યુવતી જેટલી જ છે અને જાે તમે આ રીતે પ્રેમ સંબંધ રાખો તે યોગ્ય નથી. આ સંબંધથી તમારો ઘર સંસાર બગડી જશે અને તમારી પર લીગલી કાર્યવાહી પણ થઈ શકે છે. ૧૮૧ની ટીમે પતિને સમજાવી પત્ની સાથે માફી મંગાવી હતી. બાદમાં પતિએ ૨૦ વર્ષીય યુવતી સાથે સંબંધ નહીં રાખવાનું વચન આપ્યું હતું. આ રીતે ૧૮૧ ની ટીમે આખો મામલો ઠારે પાડીને સમાધાન કરાવી પરત ફર્યા હતા.