જૂનાગઢ, માણાવદરમાં ૨૫૨ જેટલા કુપોષિત બાળકોના આંકડા આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર બાળકોના સુપોષણ માટે અનેક યોજનાઓ અમલીકરણ કરી રહ્યા છે અને સુપોષણ બાળકના અભિયાનના મોટા મોટા બણગાં ફૂકી રહી છે પરંતુ નરવી વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેમ માણાવદરમાં ૨૧૪ મધ્યમ કુપોષિત બાળકો અને ૨૮ અતિ કુપોષિત બાળકો ના આંકડા સામે આવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્ર માંથી સગર્ભાને પૂરતું પોષણ મળી રહે તે માટે માતૃશક્તિ તેમજ ૦થી ૫ વર્ષના બાળક કુપોષિત ના રહે તે માટે બાળ શક્તિ પાવડરના પેકેટ અને પ્રોટીન યુક્ત નિમક ના પેકેટ અપાય છે પરંતુ આ પેકેટો લાભાર્થી સુધી પહોંચે પછી ખરેખર તો એનો જાેઇએ તેટલો ઉપયોગ થતો નથી. તાજેતરમાં જ માણાવદર શહેરની એક આંગણવાડી વર્કસે આવા પેકેટો પણ વેચવા ની ઘટના સામે આવી હતી પરંતુ તેની સામે માત્ર નિવેદન લઇને જવા દેવાયા હતા ત્યારે શું તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી શું કોઈ અધિકારીઓની મીલીભગત છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.