દુનિયાના 22 દેશો ભારત પાસેથી વેક્સીન માંગી રહ્યા છેઃ સ્વાસ્થ મંત્રી
06, ફેબ્રુઆરી 2021

 દિલ્હી-

વિશ્વના અનેક દેશોને કોરોના વાયર સામે વેક્સીન સપ્લાય કરવામાં ભારતની પ્રશંસનીય અને મહત્વની ભૂમિકાને સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધનને લોકસભામાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દુનિયાના ૨૨ દેશોએ ભારતની કોરોના વેક્સીનમાં રસ દાખવ્યો હતો અને તેમના તરફથી વેક્સીન સપ્લાય માટે અપીલ પણ કરવામાં આવી હતી. ભારતની વેક્સીન સપ્લાયને લઇને સ્વાસ્થ મંત્રીએ જણાવ્યું કે, ૨૨માંથી ૧૫ દેશોને વેક્સીન સપ્લાય કરી દેવામાં આવી હતી, જેમાં ભારત દ્વારા ફ્રી વેક્સીન અને કોન્ટ્રાક્ટ પર ખરીદવામાં આવેલ વેક્સીન ડોઝ પણ સામેલ હતા.

સ્વાસ્થ મંત્રી દ્વાર અપાયેલી માહિતી મુજબ ભારતે અત્યાર સુધી ૫૬ લોખ ડોઝ ફ્રી આપ્યા જ્યારે ૧૦૫ લાખ ડોઝ કોન્ટ્રાક્ટ હેઠળ સપ્લાય કરી ચૂક્યુ છે. જાેકે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ શુક્રવારે દેશના વિજ્ઞાનીઓનો આભાર માન્યો હતો કે તેમણે ઓછા સમયમાં હાઇ ક્વોલિટી વેક્સીન બનાવી અને ભારતને સમગ્ર વિશ્વમાં સન્માન અપાવ્યું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરવામાં આવી રહેલી કોવિશીલ્ડ કોરોના વેક્સીન વિદેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે, ભારતના પડોસી દેશો સહિત અને દેશો કોવિશીલ્ડની માંગ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution