કચ્છના પૂર્વ વિસ્તારોમાં 3.8ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ભચાઉથી 7 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્ર બિન્દુ
18, સપ્ટેમ્બર 2021

કચ્છ-

જિલ્લામાં ગઈકાલે રાત્રે 10.25 વાગ્યે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. હાલમાં જાણવા મળ્યું છે કે, ભૂકંપના આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ભચાઈથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં વર્ષ 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાનામોટા આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી ચાલુ જ છે. 3.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું. કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં લોકો ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રાત્રે 10.25 વાગ્યે ફરી એક વાર 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તો આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution