IPLની મેચ પર સટ્ટો રમતા 7 ઝડપાયા 1 લાખથી વધુનો મુદ્માલ કબજે કરાયો
24, ઓક્ટોબર 2020

વડોદરા-

ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમનારાઓને ઝડપી પાડવા માટે પીસીબીએ હાથ ધરેલી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બે જુદા જુદા સ્થળોએ દરોડાઓ પાડી સાત ઈસમોને એક ઝડપી પાડયા હતા. 

પીસીબીના પીઆઈ આર.સી.કાનમિયાને બાતમી મળી હતી કે વાસણા રોડ ખાતે આઈપીએલની ક્રિકેચ મેચ જાેઈ સટ્ટો રમાઈ રહ્યો છે જેના આધારે દરોડો પાડી પોલીસની ટીમે શિવમ્‌ ફલેટ વાસણા રોડ ખાતેથી શક્તિસિંહ વનરાજસિંહ રાણા (રહે. શિવમ્‌ સોસાયટી, છાણી રોડ)ને મોબાઈલ રોકડા રૂપિયા અને હિસાબોની સ્લીપો નંગ ર૩ સાથે કુલ ૬ર હજાર ઉપરાંતના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે બીજા બનાવમાં માંજલપુર દરબાર ચોકડી પાસે વિજય સેલ્સ સામે સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડી સૌમિલ, વિશાલ, અવિનાશ શર્મા, વિમલ શર્મા, પ્રશાંત શર્મા અને ધર્મન્દ્ર રબારી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ચાર મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂા.૪૦ હજાર ઉપરાંતની રકમનો મુદ્‌ામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution