અમદાવાદ, અમદાવાદમાં મૃત વાઘના ચામડાનું વેચાણ કરવા માટે ફરી રહેલા ૪ શખ્સોની ક્રાઈમ બ્રાંચે ગોળલીમડા પાસેથી ઘરપકડ કરી છે. આ ચારેય આરોપી પાસેથી ૪ મૃત વાઘના ચામડા પણ જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓ આ ચાર વાઘના ચામડા રૂ.૨.૫૦ કરોડમાં વેચવાના ફિરાકમાં હતા ત્યારે ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, કેટલાક લોકો વાઘના ચામડા વેચી રહ્યા છે, જેના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે તે લોકોને ઝડપી લેવા માટે એક ચક્રવ્યુ બનાવ્યુ હતુ. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે રૂ.૧.૫૦ કરોડમાં વાઘના ચામડા ખરીદવા એક બનાવટી ગ્રાહક ઉભો કર્યો હતો. તે દરમિયાન ચામડાનું વેચાણ કરવા ચાર શખ્સો ગોળલીમડા પાસે આવી પહોંચતા ક્રાઈમબ્રાંચે ચારેયને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા આરોપીએ પોતાના નામ નૈલેશ જાની, રણછોડ પ્રજાપતિ, અલ્પેશ ધોળકિયા અને મોહન રાઠોડ હોવાનું જણાવ્યુ હતુ. આ ચારેય આરોપીઓ મૃત વાઘના ચામડાને રૂ.૨.૫૦ કરોડમાં વેચવાના ફિરાકમાં હતા. ત્યારબાદ વધુ પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, મોહન રાઠોડ નામના આરોપીને બે વર્ષ પહેલા કર્ણાટકનો એક આરોપી વાઘનું ચામડુ વેચી ગયો હતો, જે મોટી કિમતે બજારમાં વેચવાના હતા. બીજી બીજુ મોહન રાઠોડની પૂછપરછમા સામે આવ્યુ કે, તે રવિવારી બજારમાં એન્ટિક વસ્તુનું વેચાણ કરે છે. તેના થકી કર્ણાટકના એક શખ્શ સાથે પરિચય થયો હતો તે ઈસમ આ ચામડુ આપી ગયો હોવાનું આરોપી જણાવી રહ્યો છે.

વાઘને મારીને ચામડુ કાઢ્યુ હતુ કે, કૃદરતી મોત બાદ ચામડુ ઉતાયુર્ં

ક્રાઈમબ્રાંચની ટીમે મૃતક વાઘના ચામડા મળી આવતા એફએસએલ અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. જાે કે પ્રાથમિક તપાસ દરમિયાન વાઘનુ ચામડુ સાચુ હોવાનું સામે આવી રહ્યુ છે. જેથી હવે વાઘનો શિકાર કર્યો હતો કે, પછી કુદરતી મોત બાદ ચામડુ ઉતારવામાં આવ્યુ છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.