વડોદરા : માંજલપુર પોલીસનો સ્ટાફ ગત રાત્રે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ઈલેકટ્રોનીક્સ સિસ્ટમ કંપનના શેડ પાસે આવતા તેમણે અંધારામાં કેટલાક યુવકોને જાેરજાેરથી ઉગ્ર દલીલો સાથે વાત કરતા નજરે ચઢ્યા હતા. આ યુવકોની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા તેઓ મકરપુરા જીઆઈડીસીની અલગ અલગ કંપનીમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. જાેકે આ યુવકોએ નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે આ તમામ યુવકોની નશાબંધીના ગુનામાં અટકાયત કરી હતી અને તેઓને પોલીસ મથકે લઈ ગઈ હતી.

પોલીસ મથકમાં પુછપરછ દરમિયાન આ યુવકો (૧)સચિન યોગેશ સોલંકી- રહે. મોટનાથ રેસીડન્સી, હરણીરોડ (૨) વિપુલ કિરીટકુમાર શાહ-સિધ્ધાર્થ બંગ્લોઝ, સમાસાવલીરોડ (૩) વિનોદ મોહનભાઈ માયાવંશી-નાથીબાનગર, હરણીરોડ સ્વાદ ક્વાટર્સ પાસે હરણીરોડ (૪) સાગર દક્ષેશ શાહ – સૈારભપાર્ક, સમતા ચોકી પાછળ ,મુળ આણંદ (૫) કૃણાલ ગોવિંદભાઈ શાઙ- શ્રીહરિ કોમ્પ્લેક્સ, વાઘોડિયારોડ (૬) રવિ દિલીપભાઈ વાઘેલા- મહેશ્વરીનગર, વડસરરોડ (૭) સુરેશ દિલીપભાઈ વાઘેલા –પાર્થભુમિ સોસાયટી, મકરપુરા જીઆઈડીસીરોડ (૮) ચિરાગ જતીનભાઈ સોલંકી –સોખડા, જુના બસ સ્ટેન્ડ સામે (૯) જીજ્ઞેશ સુરેન્દ્રભાઈ પટેલ -સંસ્કાર ટેનામેન્ટ, માણેજા હોવાની વિગતો સપાટી પર આવી હતી.

આ તમામ યુવકોને આજે પોલીસે ખાનગી કારમાં કોર્ટમાં રજુ કર્યા હતા જેના પગલે પોલીસે નશેબાજાેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોવાના આક્ષેપોના પગલે વિવાદ થયો હતો. જાેકે માંજલપુર પોલીસે એવો બચાવ કર્યો હતો કે આરોપીઓને કોર્ટમાં લઈ જવા માટે સરકારી વાહન ઉપલબ્ધ ન હોઈ તેઓને ખાનગી વાહનમાં લઈ જવામાં આવ્યા છે. જાેકે નશેબાજાેએ ક્યાંથી દારૂ મંગાવ્યો હતો અને ક્યાં મહેફિલ માણી હતી તેમજ તેઓ શા માટે જાહેરમાર્ગ પર ભેગા થયા હતા તે મુદ્દે તપાસ કરવામાં પોલીસે કોઈ રસ દાખવ્યો નહોંતો.