13, ઓગ્સ્ટ 2021
કાબુલ-
મભારતીય દૂતાવાસે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે "તાજેતરના એક કેસમાં જે સરકારી દળોના નિયંત્રણમાં ન હોય તેવા વિસ્તારમાં ડેમ પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતાં ત્રણ ભારતીય ઇજનેરોને તાત્કાલિક હવાઇ બચાવની જરૂર હતી. તે જાણવામાં આવ્યું છે કે દૂતાવાસની સલાહ મેળવનારા ભારતીય નાગરિકો તેમની સલાહને માનતા નથી અને પોતાને ભયંકર જોખમમાં મૂકવાનું ચાલુ રાખે છે. જાણવા મળ્યું છે કે ઇજનેરો તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં કામ કરી રહ્યાં હતાં. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "કાબૂલમાં ઈન્ડિયા એમ્બેસીએ ફરી એકવાર તમામ ભારતીય નાગરિકો માટે સમય -સમય પર આપવામાં આવેલા સલામતી સલાહના પગલાઓનું સંપૂર્ણ રીતે પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે." દૂતાવાસે 29 જુલાઈ, 24 અને 10 ઓગસ્ટના રોજ અલગ એડવાઈઝરી બહાર પાડી હતી અને ત્યાં દેશમાં રહેતાં ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંની ભલામણ કરી હતી. "ઉપરોક્ત ત્રણેય એડવાઈઝરીમાં આપવામાં આવેલી સલાહમાં સાવચેતી અને સલામતીનાં પગલાં માનવા ભારપૂર્રવક જણાવાયું છે. કાબૂલમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર અફઘાન સરકારી દળોના નિયંત્રણમાં ન હોય તેવા વિસ્તારમાંથી 3 ઇજનેરનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે. તેઓ એક પ્રોજેક્ટ સાઈટ પર કામ કરી રહ્યાં હતાં. જ્યાંથી ત્રણેયને તાજેતરમાં હવાઈ માર્ગે બચાવી લેવામાં આવ્યાં હતાં.