મીઠીરોહરના ગોદામમાંથી ૧૦.૯૮ લાખના ઘઉંની છેતરપિંડી કરનાર ૫ ઇસમોની ધરકપકડ
07, ફેબ્રુઆરી 2022

ગાંધીધામ,ગાંધીધામના મીઠીરોહરના ગોદામમાંથી રૂ.૧૦.૯૮ લાખના ઘઉં ભરી ડમ્પર રેઢા મુકી છેતરપિંડી કરનાર ૫ ઇસમોને બી-ડિવિઝન પોલીસે પકડી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મીઠીરોહર નજીક આવેલા આર.એ. ગોડાઉન નંબર – ૩ માંથી રૂ.૧૦,૯૮,૦૮૫ ની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન ઘઉનો જથ્થો ભરી નિકળેલા ત્રણ ડમ્પરનો જથ્થો નિયત જગ્યાએ ન પહોંચાડી ડમ્પર બિનવારસુ મુકી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ શ્રીનાથજી વર્લ્‌ડ વાઇડ પ્રા.લિ. કંપનીના સુપરવાઇઝર રાજેશ નારાયણદાસ શર્માએ બી-ડિવિઝન પોલીસ મથકે તા.૨૫/૧ ના નોંધાવી હતી.આ ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ કે.પી.સાગઠીયાએ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે છેતરપીંડીથી ગયેલ મુદ્દામાલના ગુનાને ગણતરીના સમયમાં ઉકેલી આરોપીઓને પકડી પાડી સંપુર્ણ મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસજુના કંડલાના ગુલામ અલી કોરેજા, તુણાના હાસમ કાતિયાર , જુના કંડલાના અબ્બાસ નોતિયાર, માંડવીના ઢીંઢ રહેતા આસિફ અદ્રેમાન સુમરા અને માંડવીના મસ્કા રહેતા અંકિત રાબડીયાને પકડી લઇ છેતરપિંડીથી મેળવેલો ઘઉંનો રૂ.૧૦.૯૮ લાખની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન જથ્થો રિકવર કરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution