અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં અકસ્માતઃ 3ના મોત
22, જુન 2021

નડિયાદ-

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી.

આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારની અંદર સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે. આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે ૬.૨૦ વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ૯ જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકોમાં સવાર અજમેરી પરિવાર જલગાંવથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, એ સમયે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતાં ટ્રક ઇકો સાથે અથડાઈ હતી. બે બાળકો સહિત ૯ લોકોના મોત થતાં મૃતકોના ગામ વરતેજ અને તારાપુર સહિતના પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution