વાઘોડિયા, તા.૩૧ 

વાઘોડિયાના કોટંબી ગામે વડોદલા - હાલોલ રોડ પર આવેલ પારસ ફ્લોરમીલમા વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી શંકાસ્પદ ઘઊનો જથ્થો જડપી પાડ્યા છે. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આઘારે આજે બપોરે કોટંબી પાસે આવેલ પારસ ફ્લોરમિલમા દરોડો પાડી ઘઊંના બોરી ભરેલા વાહનો જડપી પાડ્યા હતા. શંકા છેકે આ જથ્થો ગરીબોને અપાતુ સસ્તુ અનાજ હોઈ શકે , જે અનાજ ગરીબોને નહિ આપતા બારોબાર કાળાબજારીઓ ફ્લોરમિલોમા પઘરાવી દેતા હોવાની શંકા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સેવાઈ રહિ છે. પારસ ફ્લોર મિલ મા શંકાસ્પદ ઘઊનો જથ્થો ભરી આવેલા ચાર આઈસર, એક ટ્રક, એક ડાલુ સહિત કુલ છ જેટલા વાહનો આ મિલે જથ્થો ખાલી કરવા પહોંચ્યા હતાં. જ્યા એલસીબીની ટીમે જડપી પાડ્યા છે. અલગ અલગ વાહનો મા ભરી આવેલ આશરે ૧૩૦૦ જેટલીઘઊંની બોરીઓ. . જેની કિંમત ૧૨ લાખ જેટલી આંકી મુદામાલ સાથે જડપાયેલ વાહનો સાથે મડી કુલ કિંમત ૪૫ લાખનો મુદ્દામાલ એલસીબીનીટીમે દરોડા દરમ્યાન જડપી પાડ્યો છે.એલ. સી. બી પી. આઈએ ડ્રાઈવર ક્લીનરની પુછપરછ હાથ ઘરી હતી. પારસ ફ્લોર મિલ ચલવતા માલીક ઊઘારામ ખુસાલાણી નો દિકરો મહેશ ખુસલાણી રહેવાસી વારસીયા, વડોદરા નાઓ સંચાલન કરતા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. આ મિલમા ઘઊને દળી બોરીઓમા પેક કરવામા આવે છે. શંકાસ્પદ ઘઊનો જથ્થો આ મિલમા ખાલી કરવા આવેલા વાહનોમા જડપાતા વાઘોડિયા પોલીસના પોતાના સ્ટાફના માણસો સાથે, વાઘોડિયા મામલતદાર, જિલ્લા પુરવઠા વિભાગ વડોદરા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પુરવઠા વિભાગે અલગ અલગ બોરીમાંથી સેમ્પલ લઈ તપાસ અર્થે જિલ્લા પુરવઠા વિભાગને મોકલી આપ્યા છે. પકડાએલ તમામ જથ્થો વરસાદની સિજન હોય પલડીન જાય તે માટે વાહનોમા ભરી વડોદરા ગોડાઊનમા સાચવી શકાય તે માટે મોકલી આપ્યો છે.  

એલસીબીનુ માનીએતો ડ્રાઈવર ક્લીનરની પુછતાછ કરતા આ જથ્થો સાવલી, ડભોઈ, બોરસદ અને અલીરાજપુુર થી લાવ્યા હોવાની જાણકારી મડી છે. આ ઘઊ કૌંભાડ જો ખરે઼ખર સરકારી સસ્તા અનાજનુ હોય તો તેમા કયા કયા નામો ખુલે છે. અને કોણી કોણી સંડોવણીથી આ નેટવર્ક ચાલી રહ્યુ હોય તે વિગતો તપાસ દરમ્યાન ખુલવા પામશે. એસ. ડી. ગોકલાણી પુરવઠા વિભાગ વડોદરા પારસ ફ્લોર મિલમા પકડાએલ શંકાસ્પદ જથ્થો કેટલો સરકારી છે. અને કેટલો ખાનગી છે. તે તપાસ અર્થે મોકલી આપતા ખાત્રી થયા બાદ આગળની કાર્યવાહિ હાથ ઘરાશે.