અમદાવાદ, જખૌ દરિયાઈ વિસ્તારમાં બાતમીના આધારે ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજારાત એટીએસની ટીમે મળીને એક બોટ ઝડપી હતી જેમાં ૮ પાકિસ્તાના નાગરિકો હતા. તથા આ બોટમાંથી ૩૦ કિલો હેરોઈને જેનો આંતરાષ્ટ્રીય બજાર ભાવ ૧૫૦ કરોડની આસપાસ છે તે મળી આવતા આ જથ્થાને ઝપ્ત કરવામાં આવ્યો છે. તથા પકડાયેલા આરોપીની પુછપરછ હાથધરી છે. બીજી બાજુ બોટની તપાસ પણ હાથધરવામાં આવી છે.

ગુજરાત એટીએસના પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો ભારત પાકિસ્તાન આઈએમબીએલ પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઈલ પાકિસ્તાનની બોટ નુહ માં આવવાનો છે અને પંજાબ જવાનો છે. જેના આધારે એટીએસની ટીમે અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ભેગા મળીને દ્વારકા અને કચ્છ ના દરિયાઈ વિસ્તારમાં તથા જખૌ ખાતે વોચ ગોઢવી હતી. દરમિયાન મોડી રાત્રે ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ નુહ જાેવામાં આવતા એટીએસની ટીમે બોટ પ્રવેશ કર્યો હતો. જેમાં આઢ પાકિસ્તાનીઓ અને તેમની પાસેથી ૩૦ કિલો જેટલો હેરોઈનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦ કરોડની છે મળી આવતા આઢેય પાકિસ્તાનીની ધરપકડ કરી હેરોઈનનો જથ્થો ઝપ્ત કર્યો છે. બીજી બાજુ પાકિસ્તાની બોટ નુહ ને કિનારા પાસે લાવી ને તપાસ હાથધરી છે.

બોટને કિનારે લાવી ઝીણવટભરી તપાસ હાથધરી

કોસ્ટગાર્ડના અધિકારીએ જણાવ્યું અનુસાર, બોલને કિનારે લાવવામાં આવી છે. બીદી તરફ દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પણે બોટની તપાસ હાથધરવામાં આવી છે. તો બીજી બાજુ બોટમાં કોઈ છુપાયેલી વસ્તુઓ છે કે નહીં તે અંગે પણ તપાસ હાથધરવામાં આવી છે. જાે કે આ બોટ પાકિસ્થાનથી આવી હોવાના કારણે દરેક વસ્તુની જીણવટ ભરી તપાસ કરવામાં આવશે.

૯ મહિનાથી લાખોનો જથ્થો પકડાઈ રહ્યો છે

છેલ્લા કેટલાક સમયથી લગભગ ૭થી૮ વખત દરમિયાઈ વિસ્તારમાં હેરોઈનનો લાખોનો જથ્થો મળી આવ્યો હતો. જાે કે આ જથ્થો લાવારીશ તરીકે મળી આવતો હતો. જેમાં કોઈ આરોપી પકડમાં આવ્યો ન હતી. ત્યાર પછી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજારત એટીએસની ટીમને આ મોટી સફળતા મળી હોવાનું દેખાઈ રહ્યુ છે. જેમાં ૮ પાકિસ્તાની નાગરિક પકડાઈ આવ્યા છે.