અમદાવાદ-

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અકસ્માતની ઘટનામાં એકસાથે ત્રણ લોકોના મોત થયાનું સામે આવ્યુ છે. ડીસાના જાણીતા જીવદયાપ્રેમીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અકસ્માતની ઘટનામાં એકસાથે ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ડીસા સહિત પાંજરાપોળ સંચાલકો અને જીવદયા પ્રેમીઓમાં મજબૂત સાથી ગુમાવ્યો હોવાની ખોટ પડી છે. તાજેતરમાં પાંજરાપોળ માટે લડત ચલાવ્યાંને ગણતરીના દિવસોમાં ભરત કોઠારીનું મોત થતાં શોકમગ્ન સ્થિતિ સર્જાઈ છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની રાજપુર- ડીસા પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન અને રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર પાસે અકસ્માત નડયો હતો. માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી સહિત ત્રણ વ્યક્તિના મોત થતાં અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. પાંજરાપોળ સંચાલકોના આગેવાન અને બનાસકાંઠાના પ્રથમ હરોળના જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીના મોતથી જિલ્લાભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.