સરભોણ એના ગામેથી ચોરીનાં લાકડા ભરેલ ૨ ટેમ્પા ઝડપાયા
16, માર્ચ 2021

માંડવી, મહુવા રેંજનાં બોરીયા રાઉન્ડમાં અલગ અલગ ટિમ બનાવી પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ સરભોણ થી બારડોલી જતા માર્ગ પર એક ટેમ્પો (નં. જી.સી.ક્યુ. ૬૧૧૨) આવતા તેને રોકી તપાસ કરતા તેમાં સગી લાકડા વગર પરમીટે લઇ જતા તે ટેમ્પો ચાલક નરેશભાઈ નટુભાઈ નાયકા (રહે. એના) ની અટક કરી હતી.ચાલકને રેન્જ કચેરીએ લઇ જઇ પૂછ પરછ કરતા તેણે જણાવ્યું હતું કે તા. ૧૧-૦૩-૨૦૨૧ નાં રોજ એક સાગી લાકડા ભરી ટેમ્પો એના લઈ ગયા હતા. તે મુજબ પલસાણા પોલીસ સહિત એના ગામે તપાસ કરતા પાદર ફળિયા માંથી ખેરનાં લાકડા ભરેલો ટેમ્પો (નં. જી.જે.૧૫.એક્સ.૨૮૮૩) મળી આવતા તેનાં ચાલક ભરતભાઇ સોમાભાઈ રાઠોડ ની પણ અટક કરી બે ટેમ્પા સહિત ખેરનાં લાકડા મળી કુલ રૂ. ૪,૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી ખેડપૂર ડેપો ખાતે મુકવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution