મુંબઇ 

'ગજિની' ફિલ્મથી લોકોના દિલોમાં રાજ કરનારી એક્ટ્રેસ અસિન હાલમાં બોલિવૂડથી દૂર છે. અસિન છેલ્લીવાર અભિષેક બચ્ચન સાથે 'ઓલ ઈઝ વેલ' ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની એક ક્યૂટ તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાની દીકરી અરિનના નામનો મતલબ પણ જણાવ્યો છે. અસિને દીકરીના ત્રીજા જન્મદિવસે તસવીર પોસ્ટ કરી છે. જેમાં એક બર્થડે કેક પણ છે. અસિને લખ્યું છે, તે હવે 3 વર્ષની થઈ ગઈ છે. તેનું નામ અરિન રાઈન છે (તેનું પહેલા નામ અરિન અને સરનેમ રાઈન) બંને મારા અને રાહુલના નામનું કોમ્બિનેશન છે. નાનું સરળ નામ, સેક્યુલર, કોઈ જેન્ડર નહીં, ધર્મ, જાતિ અને પિતૃસત્તા બધાથી મુક્ત

તેણે પોતાના ફેન્સ અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો છે. લખ્યું છે, અમને પ્રેમ, આશીર્વાદ અને દુઆ આપવા માટે તમારા બધાનો આભાર. અસિન દીકરી અરિનની તસવીરમાં ખૂબ પ્રેમ જોઈ રહી છે. તે પોતાની કેક તરફ જોઈ રહી છે. અસિનના લગ્ન જાન્યુઆરી 2016માં રાહુલ શર્મા સાથે થયા હતા.


ઉલ્લેખનીય છે કે અસિન પોતાના લગ્ન બાદથી જ ફિલ્મી દુનિયાથી દૂર પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત છે. અસિને 2016cમાં મોબાઇલ કંપની માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. સાઉથ અને બોલિવૂડની ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી અસિને લગ્ન પછી ફિલ્મ્સમાંથી સંન્યાસ લીધો હતો.