વડોદરા : વડોદરા શહેર- જિલ્લાની ૧૦ વિઘાનસભા બેઠકો પર આજે ભાજપ, કોંગ્રેસ,આપ તેમ જ અપક્ષ સહિત ૩૦ જેટલા ઉમેદવારોએ વડોદરા શહેર કલેક્ટર કચેરી,તાલુકા મથકે સહિત સ્થળે ચૂંટણી અઘિકારીઓની કચેરીઓમાં ૪૭ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૭ મી છે. ત્યારે હવે છેલ્લા બે દિવસોમાં પણ ઉમેદવારી પત્રો ભરવા માટે ભીડ જાેવા મળશે.

વડોદરા શહેરની રાવપુરા વિઘાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુકલએ ટેકેદારો સમર્થકો સાથે વિશાળ રેલી યોજીને ફોર્મ ભર્યુ હતુ. વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ સમા ખાતે આવેલી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડોદરાની માંજલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તશ્વીન સિંઘે વડોદરાની કોઠી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

 વડોદરાની સયાજીગંજ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સ્વેજલ વ્યાસ એક-એક રૂપિયાના ૧૦ હજાર સિક્કાના લઈને સમા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેનિય છે કે, સ્વેજલ વ્યાસે લોકો પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવીને ડિપોઝિટની રકમ એકત્ર કરી હતી. આમ વડોદરાના વિવિઘ વિસ્તારો માંથી રેલી સ્વરૂપે નિકળીને ભાજપ, કોંગ્રેસ, આપ સહિત ના ઉમેદવારોએ ફોર્મ ભરતા શહેરમાં ઘીમે ઘીમે ેચૂંટણી માહોલ જામતો જાેવા મળ્યો હતો.

વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે આજે ફોર્મ ભર્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ સહિત તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રેલી સ્વરૂપે યાત્રા યોજી ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત ડભોઈના ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા(સોટ્ટા)એ પણ આજે વિશાળ સંખ્યામાં સમર્થકો, ટેકેદારો તેમજ પક્ષના અગ્રણીઓની ઉપસ્થિતીમાં રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે પણ રેલી યોજીને ફોર્મ ભર્યુ હતુ.તો રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે પણ પક્ષના કાર્યકરો અને ટેકેદારોની સાથે કોઠી કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ૧૧ ઉમેદવારોએ ૧૭ ફોર્મ ભર્યા હતા.આજે ૩૦ જેટલા ઉમેદવારોએ ૪૭ ફોર્મ ભર્યા હતા.જાેકે,સાવલી બેઠકના ભાજપના ઉમેદવાર કેતન ઈનામદાર તેમજ શહેર વાડી બેઠક પર ભાજપના ઉમેદવાર મનિષાબેન વકિલે ગઈકાલે જ ઉમેદવારી નોંઘાવી હતી.તેમણે આજે વઘુ ફોર્મ ભર્યા હતા.

પાદરા બેઠક પર દિનેશ પટેલ ( દિનુમામા ) એ અપક્ષ ઉમેદવારી નોંઘાવી

વડોદરા ઃ વડોદરા જિલ્લાની પાદર વિઘાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૈતન્યસિંહ ઝાલાની નામની જાહેરાત કરાતા પૂર્વ ઘારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ( દિનુ મામા ) એ નારજગી વ્યક્ત કરીને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી.આજે તેમણે અપક્ષ ઉમેદવારી નોંઘાવી હતી.જાેકે, તા.૧૭મીએ તેઓ સમર્થકો, ટેકેદારોની સાથે જંગી રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરશે.આમ હવે પાદરા તાલુકામાં પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દિનુ મામા વચ્ચે ત્રિકોણીયો જંગ જામે તેવી શક્યતા છે.

ભાજપ દ્વારા વડોદરા જિલ્લાના પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરતા જિલ્લા ભાજપમાં ભડકો થયો હતો.વાઘોડિયાના ઘારાસભ્ય મઘુ શ્રીવાસ્તવની તેમજ પૂર્વ ઘારાસભ્ય સતિષ પટેલ ( નિશાળીયા ) તેમજ દિનેશ પટેલ ( દિનુ મામા ) ની ટીકીટ કપાતા નારાજગી વ્યક્ત કરીને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.જાેકે, મઘુ શ્રીવાસ્તને હજી નિર્ણય જાહેર કર્યો નથી.જ્યારે સતિષ પટેલ કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી શક્યતા છે.તો પાદરા બેઠક પર દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંઘાવાની જાહેરાત કરી હતી.

આજે દિનેશ પટેલ ( દિનુમામા) એ અપક્ષ ઉમેદવારી નોંઘાવી હતી.જાેકે. તા.૧૭મી ગુરૂવારા સમર્થકો અને ટેકેદારો સાથે જંગી રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરશે.

શૈલેષભાઈ મહેતા(સોટ્ટા)એ ભવ્ય રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવી

ડભોઇ ઃ ડભોઇ ૧૪૦ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતાએ હીરા ભાગોળના પૌરાણિક ઐતિહાસિક ગઢ ભવાની મંદિરે દર્શન કરી હજારોની મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જંગી રેલી માં લોકો એ શૈલેષભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા . શૈલેષભાઈ મહેતાના આ રેલીમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, કાર્ય કરી જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે. બ્રહ્મભટ્ટ પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, ચાંદોદ કરનારી સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિરના રજનીભાઈ પંડ્યા, ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન, એપીએમસી ના ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકા પ્રમુખ, કાજલબેન દુલાની, કારોબારી ચેરમેન વિશાલ શાહ, બિરેન શાહ, સહિત પાલિકાના કોર્પોરેટરો , તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ, કેટ કેટલાય ગામના સરપંચો મોટી સંખ્યામાં આ રેલીમાં જાેડાયા હતા. છેલ્લા બે દિવસમાં ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા છે. તાલુકા પંચાયતના માજી પ્રમુખ હેમંતભાઈ બારોટ પણ કોંગ્રેસ છોડીને હવે શૈલેષભાઈ મહેતાના સમર્થનમાં ભાજપમાં જાેડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીમાંથી પણ સંગઠનના મંત્રીઓ પણ પોતાના ૬૦ થી ૭૦ કાર્યકરો સાથે જાેડાઈ ગયા છે એ જ બતાવી રહ્યું છે કે હવે ભાજપની જીત જંગી બહુમતીથી નિશ્ચિત છે. અને આ વખતે ઇતિહાસ બદલાવા નો છે હેટરીક ભાજપ ની વાગસે તેમ લોકો માં ચર્ચાઈ રહ્યું છે.

  શૈલેષભાઈ ના સમયમાં ડભોઇમાં સો કરોડ ના ત્રણ ઓવરબ્રિજ હાલમાં બની રહ્યા છે. બીજા કેટલાક ગામોમાં પણ રોડ રસ્તા ના કામ થઈ ચૂક્યા છે, ચાંદોદ ખાતે રૂપિયા ૩૭ કરોડના ખર્ચે ઘાટનું કામ પણ ટેકનિકલ ખામીને લીધે અટક્યું હતું તે થોડા સમયમાં ચાલુ કરવામાં આવશે. કુંઢેલા પાસે કરોડોના ખર્ચે યુનિવર્સિટી નું કામ ચાલી રહ્યું છે, ડભોઇ સૅગવા રોડને પહોળો કરવાનું કામ હાથ ધરાઈ રહ્યું છે.