રાજ્યના ચાર નગરમાં પાણી પુરવઠા માટે ૪૫.૦૯ કરોડના કામોને મંજૂરી
20, મે 2022

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક જ દિવસમાં ૪ નગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૪૫.૦૯ કરોડના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરોને આ મંજૂરીનો સીધો જ લાભ મળશે. આ સાથે રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીએપ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમિતપણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ સાથે ચાર નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. ૪૫.૦૯ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.

 મુખ્યમંત્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી. તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરાયો છે. આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે આ ચાર નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઈઝિંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપના કામો તેમજ ફિલ્ટર પ્લાન્ટ, હાઉસ કનેકશન અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution