15, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે, તેમ તેમ નવા નવા ઉતાર ચઢાવ જોવા મળે છે. પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 31 ફોર્મ રદ થયા હતા. 36 પૈકી 31 ફોર્મના મેન્ડેટ ન હોવાથી ફોર્મ રદ થયા હતા. બે દિવસ પહેલા જ કોંગ્રેસ ઉમેદવારોના મેન્ડેટ ઝુંટવી લેવાયા હતા, જેને લઈને મેન્ડેટ ન હોવાને કારણે ફૉર્મ રદ થયા હતા. જેને લઈને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપે તે પહેલા જ ચૂંટણી કમિશનરે ફોર્મ સ્વીકારી લેવાની બાહેંધરી આપી હતી.