રાજયમાં છેલ્લા 4 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 39072 લોકોના મોત નિપજ્યાઃ સરકાર
21, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર- 

ગુજરાત વિધાનસભામાં આજથી ૫ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં હાલ પ્રશ્નોતરી કાળમાં વિવિધ પ્રશ્નો પર સરકાર જવાબ આપી રહી છે. હાલ ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૯૦૭૨ લોકોના અકસ્માતમાં મોત થયા હોવાના ચોંકાવનારા આંકડાઓ રજૂ કરાયા છે.

રાજ્યમાં છેલ્લા ૪ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૩૯૦૭૨ લોકોના મોત થયા હોવાનું ગૃહમાં માહિતી આપી છે, જેમાં જાન્યુ.૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં ૮૦૮૩, વર્ષ ૨૦૧૬માં ૮૦૧૧, વર્ષ ૨૦૧૭માં ૭૫૭૪, વર્ષ ૨૦૧૮માં ૮૦૪૦, વર્ષ ૨૦૧૯માં ૭૪૦૯ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે ૨૨ લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ ૫૨ જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ ૨૨ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં છેલ્લા ૪ વર્ષમાં કુલ ૩૯૦૭૨ વ્યક્તિઓએ ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં જીવ ખોયા છે.

જાન્યુઆરી ૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૯૦૭૨ લોકોના અકસ્માતમાં મોત

વર્ષ ૨૦૧૫માં ૮૦૩૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

વર્ષ ૨૦૧૬માં ૮૦૧૧ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

વર્ષ ૨૦૧૭માં ૭૫૭૪ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

વર્ષ ૨૦૧૮માં ૮૦૪૦ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

વર્ષ ૨૦૧૯માં ૭૪૦૯ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા

આ સિવાય કૃષિ મહોત્સવ પાછળ ગુજરાત સરકારે કરેલા ખર્ચના આંકડા પર ગૃહમાં જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં સરકારે કૃષિ મહોત્સવ પાછળ રૂ. ૮૪૨૫.૯૫ લાખનો ખર્ચ કર્યો હોવાનું જણાવાયું છે. આજે ગુજરાત વિધાનસભામાં સરકારે ખર્ચના આંકડા જાહેર કર્યા છે. સરકારે જણાવ્યું કે, છેલ્લા ૨ વર્ષમાં સરકારે કૃષિ મહોત્સવનો ખર્ચ ઘટાડ્યો છે. સૌથી વધુ ૨૦૧૫માં રૂ.૩૪૩૬.૬૩ લાખનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં રૂ.૧૫૮૨.૪૪ લાખ, ૨૦૧૭માં રૂ.૧૮૩૯.૮૭ લાખ, ૨૦૧૮માં રૂ.૬૨૮.૪૦ લાખ, ૨૦૧૯માં રૂ.૯૩૮.૬૧ લાખ ખર્ચ કર્યો હોવાનું સ્વીકાર્યું છે. આ સંદર્ભે સરકારે જણાવ્યું કે ખેડૂતોને સહાય કરવામાં સરકારે કૃષિ મહોત્સવ પાછળ થતો ખર્ચ ઘટાડ્યો છે.

છેલ્લા ૫ વર્ષમાં કૃષિ મહોત્સવ પાછળ સરકારે કરેલા ખર્ચના આંકડા આ પ્રમાણે છે.

વર્ષ ૨૦૧૫માં રૂ. ૩૪૩૬.૬૩ લાખનો ખર્ચ કર્યો

વર્ષ ૨૦૧૬માં રૂ. ૧૫૮૨.૪૪ લાખનો ખર્ચ કર્યો

વર્ષ ૨૦૧૭માં રૂ ૧૮૩૯.૮૭ લાખનો ખર્ચ કર્યો

વર્ષ ૨૦૧૮માં રૂ ૬૨૮.૪૦ લાખનો ખર્ચ કર્યો

વર્ષ ૨૦૧૯માં રૂ. ૯૩૮.૬૧ લાખનો ખર્ચ કર્યો


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution