18, સપ્ટેમ્બર 2021
કેલિફોર્નિયા-
અમેરિકાના લોસ એન્જલસમાં શુક્રવારે રાત્રે હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે કોઈ મોટું નુકસાન કે જાનહાનીના અહેવાલ નથી.
યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર 4.3 ની તીવ્રતાનો ભૂકંપ સાંજે 7.58 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર લોસ એન્જલસથી લગભગ 34 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કાર્સનમાં જમીનથી 14 કિમીની ઉંડાઈએ હતું.
સાન્ટા મોનિકા, ટોરેન્સ અને બેવર્લી હિલ્સ સહિત પડોશી શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા. કાર્સનમાં ઓઇલ રિફાઇનરીમાં કોઈ સમસ્યા નોંધાઈ નથી.
લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટને "મોટા નુકસાન અથવા ઈજા" ના કોઈ અહેવાલ નથી.