અમદાવાદ-

હાલ કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકો મોત અને જીંદગી વચ્ચે જજુમી રહ્યાં છે, ત્યારે લોકોના ડરને કેટલાક લોકોએ વેપાર બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ કોરોના વાઈરસની સારવાર માટે વપરાતા નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. વાઈરસથી બચવા લોકો જે માસ્ક પહેરે છે, તેનો નકલી માસ્કનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે.

PCBને જાણકારી મળી હતી કે, સોનીની ચાલી પાસે આવેલા સુમેળ બિઝનેસ પાર્કમાં 3M 8210કંપનીના N-95ના નકલી માસ્ક વેચતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે કંપનીના માણસો સાથે રેડ કરી હતી. જેના આધારે 309 નંબરની દુકાનમાંથી કંપનીના નકલી માસ્ક કબ્જે કર્યા હતાં. 

જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે, ત્યારથી રાજ્યમાં અમુક એવાં લોકો છે કે જેઓ પૈસા કમાઈ લેવાની ઈચ્છા ધરાવે છે. અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી નકલી સેનિટાઈઝર, એન 95 માસ્ક સહિતનું વેચાણ કરતાં અનેક લોકો પણ ઝડપાયા છે. કુલ 1780 નંગ માસ્ક જેની કિંમત 8,90,000 છે, તે કબ્જે કરીને 4 આરોપીની ધરપકડ કરી હતી. તમામ વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઇટનો ગુનો નોધીને કાર્યવાહી શરૂ કરી હતી. 1 આરોપી ફરાર છે, જેની શોધખોળ હાલ ચાલુ છે.