દિલ્હી-

દેશના મોટાભાગના ભાગોમાં હવામાનની આગાહી સતત થઈ રહી છે. ભારે વરસાદને કારણે ઘણા રાજયોમાં પૂર જેવી સ્થિતિ છે. જનજીવન ઉપર પણ અસર થઈ છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી ચાર દિવસ સુધી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સતત વરસાદ રહેશે.

હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ વરસાદને લઈને આ ત્રણેય રાજયોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલ છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વીજળીની ગડગડાટી સાથે ભારતે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હી એનસીઆર સહિતના ઘણા ભાગોમાં પૂરનો ખતરો છે તો યમુના નદી પણ ઉફાન ઉપર છે.