18, ફેબ્રુઆરી 2021
વડોદરા
શહેર-જિલ્લામાં રસીકરણ સામે કોરોનાના આજે ૪૧ પોઝિટિવ કોરોના દર્દીઓ નોંધાયા હતા જ્યારે ૪૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વિતેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ દર્દીનું સારવાર દરમિયાન મોત ન થતાં કોરોનાનો મૃત્યુઆંક ૨૪૧ પર સ્થિર રહ્યો હતો. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૨૮ દર્દીઓ વેન્ટિલેટર પર, ૬૪ દર્દીઓ ઓક્સિજન પર, જ્યારે ૪૯૩ સુધારા પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૨૩,૪૦૪ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. વડોદરામાં હાલ એક્ટિવ કેસ ૫૮૫ છે.અત્યાર સુધી કોરોનાના ૨૪,૨૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી પૂર્વ ઝોનમાં કુલ ૩૫૯૭, પશ્ચિમ ઝોનમાં કુલ ૩૯૬૪, ઉત્તર ઝોનમાં કુલ ૪૭૩૫, દક્ષિણ ઝોનમાં કુલ ૪૪૦૫, જ્યારે ગ્રામ્યમાં કુલ ૭૪૯૩નો સમાવેશ થાય છે અને ૩૬ કેસ બહારના નોંધાયેલા છે. જ્યારે કોરોનાના નવા કેસો નોંધાયેલામાં શહેરના અકોટા, નવાયાર્ડ, તરસાલી, પાણીગેટ, દિવાળીપુરા, કિશનવાડી, નવાપુરા, વડસર, વારસિયા, સવાદનો સમાવેશ થાય છે,