રાજકોટ, રાજકોટના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલી ખાણીપીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૯ ફૂડ બિઝનેસ ઓપરેટરની તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન હરિઓમ ઢોસામાંથી ૨૦ કિલો વાસી સાંભાર સહિત ૩૨ કિલો એક્સપાયર થયેલા પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૪ વેપારીઓને લાઇસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ જ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૧૩માં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર ઓટલા, દીવાલ અને છાપરા તોડી ૧૯૯૫ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામા આવી હતી.જેમને ત્યાંથી વાસી ખોરાક મળ્યો તેમાં લીંબુઝ સોડા એન્ડ આઇસ્ક્રીમ- ૪ કિલો એક્સપાયરી થયેલી આઇસ કેન્ડી, ૩ કિલો વાસી દાડમના દાણા અને ટોપરાના ખમણનો નાશ અને લાઇસન્સ અંગે નોટિસ, હરિઓમ ઢોસા- ૨૦ કિલો વાસી સાંભાર અને સ્ટોરેજ અંગે નોટિસ, ગોપીનાથ સેલ્સ એજન્સી- ૫ કિલો એક્સપાયરી થયેલી શીંગનો નાશ અને લાઇસન્સ અંગે નોટિસ, શ્રી મિક્સ કઠોળ ડિશ- લાઇસન્સ અંગે નોટિસ નો સમાવેશ થાય છે. જ્યારે કેટલાંક વેપારીઓને ત્યાંથી નમૂના લેવાયા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાંથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ૪ મેના રોજ ૧૨૪૫ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પિંગ કરતા ૨૧ કિસ્સાઓ મળ્યા હતા. ૫ વ્યક્તિને નોટિસ અને ૧ વ્યક્તિ પાસેથી ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી.