પટના-

કોરોનાનાં કારણે બિહાર બેહાલ છે. દર્દીઓને બેડ નથી મળી રહ્યા. જેમને બેડ મળી ગયા, તેઓ સ્વાસ્થ્ય સુવિધાઓ માટે તડપી રહ્યા છે. આ દરમિયાન પટના એમ્સની 400 નર્સ હડતાળ પર જતી રહી છે. પટના એમ્સ બિહારની એકમાત્ર કેન્દ્રિય હાૅસ્પિટલ છે, જ્યાં અનેક વીવીઆઈપી કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. હડતાળ પર ગયેલી નર્સોએ પોતાની નોકરીની સુરક્ષા, પગાર વધારવા, હેલ્થ ઇન્શ્યોરન્સ, સ્થાયી કર્મચારીઓની માફક રજાઓ સહિત અનેક માંગ કરી છે.

એમ્સ વહીવટી તંત્રનું કહેવું છે કે અમે કેટલીક માંગો માની લીધી છે. જાે કે અત્યારે પણ નર્સોની હડતાળ ચાલી રહી છે. આની કિંમત દર્દીઓએ ચુકવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં કોરોના દર્દીઓનો આંકડો 30 હજાર 369ની પાર થઈ ગયો છે, જેમાં 217 લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોનાથી અત્યાર સુધી 19 હજારથી વધારે દર્દીઓ જંગ જીતી ચુક્યા છે, જ્યારે 10 હજારથી વધારે દર્દીઓ અત્યારે પણ કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યા છે.

બિહારમાં કોરોના ખતરનાક રૂપ લેતો જઈ રહ્યો છે. બે દિવસ પહેલા બીજેપીનાં એમએલસી સુનીલ કુમાર સિંહનું મોત થયું હતુ અને હવે બુધવારનાં આરજેડી નેતા રાજકિશોર યાદવનું નિધન થઈ ગયું છે. રાજકિશોર દાનાપુર સીટથી આરજેડીનાં ઉમેદવાર રહ્યા છે અને તેમની ગણના લાલૂ યાદવનાં નજીકનાં નેતા તરીકે થાય છે.

બિહાર સરકારનાં મંત્રી વિનોદ કુમાર સિંહ, વિધાનસભાનાં કારોબારી અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહ, બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ, જેડીયૂ નેતા અજય આલોક અને રામકૃપાલ યાદવ ઉપરાંત અનેક મોટા નેતા કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.