દહીંસરાના ગોડાઉનમાંથી ૪૫૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત
27, નવેમ્બર 2022

અંજાર, દેશી દારૂ બનાવવા માટે ધંધાર્થીઓ દ્વારા અખાદ્ય ગોળનો વપરાશ કરવામાં આવતો હોય છે તાજેતરમાં જ અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પોલીસે સયુંકત કાર્યવાહી કરીને ૩૦ હજાર કિલો ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દહીંસરા ગામે એલસીબીએ કાર્યવાહી કરીને ૪૫૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો. દહીસરા ગામે આવેલા મનીષ મણીલાલ ઠક્કરના કબ્જા-ભોગવટાના ભાડાના ગોડાઉનમાં અખાધ્ય (સડેલો) ગોળનો જથ્થો છે અને આ ગોળ અન્ય ઇસમોને વેચાણ કરતા હોવાની હકીકતના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો ત્યારે અહીંથી ૧૩,૫૦૦ ની કિંમતનો ૪૫૦ કિલો ગોળ મળી આવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution