રાજપીપળા નર્મદા જિલ્લામાં કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં ૯૫ ટકાથી વધુ વરસાદ નોંધાયેલ છે, કરજણ જળાશયમાંથી અંદાજે ૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૯ ગેટ ૩ મીટર ઉંચા ખોલીને ૧.૫૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨૯ મી સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ કરજણ જળાશયની સપાટી ૧૧૫.૩૦ મીટર છે જ્યારે જળાશયમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૯૭.૨૮ ટકા, પાણીની આવક ૨૧,૪૧૮ ક્યુસેક અને રેડીયલ ગેટ નંબર ૨,૪,૬ અને ૮ એમ કુલ ૪ ગેટ ૧.૪ મીટર ખુલ્લા રાખીને કરજણ જળાશયમાંથી ૩૧,૫૬૮ ક્યુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનથી ૩૫૦ ક્યુસેક સહિત કુલ ૩૧,૯૧૮ ક્યુસેક પાણીનું રૂલ લેવલ ૧૧૪.૯૫ મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે. કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૫૦ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી પ્રતિ દિન ૭૨ હજાર યુનિટ વિજ ઉત્પાદનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોવાની સાથે ચાલુ વર્ષે અંદાજે ૧૦ થી વધુ વખત ઓપરેશન કરવામાં આવ્યું છે. કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામો ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછાના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા સાવચેત રહેવા જણાવાયું હતું.