કરજણના ઉમેદવાર માટે લવાતી 25 લાખની રોકડ રકમ ઝડપાઈ
28, ઓક્ટોબર 2020

ભરૂચ-

ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદારોને લુભાવવા બેનામી નાણાં ની થતી હેરફેરનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. મુલદ ટોલટેક્સ પરથી બ્રેઝા કારમાંથી રોકડા ૨૫ લાખ સાથે ૨ આરોપી પકડી પડાયા છે. આ નાણાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાના હોવાની આરોપીએ કબૂલાત કરી છે. ગત રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જુતું ફેકયાના મંગળવારે બીજા દિવસે કોંગ્રેસના ઉમેદવાર ને મોકલવાના રૂા.૨૫ લાખ બ્રેઝા કારમાં સુરત બિલ્ડર પાસેથી લાવતા ૨ શખ્સો પકડાઈ જતા ભારે હડકપ મચી ગયો છે.

ભરૂચ ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા એ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સાંજે ને.હા.નં. - ૪૮ મુલદ ટોલ પ્લાઝા , વાહન ચેકીંગમાં હાજર હતા. દરમ્યાન એક લાલ કલરની મારૂતિ બ્રેઝા કાર નંબર જીજે ૦૬ ૧ એલઇ ૩૪૫૮ સુરત તરફથી આવતા સદર કાર શંકાસ્પદ જણાતા કાર રોકી , કારમાં બેસેલ બે વ્યકિતઓની પુછપરછ કરી , કારની ઝડતી તપાસ કરતા કારમાંથી રોકડા રૂપીયા ૨૫,૦૦,૦૦૦ ભરેલ થેલી મળી આવેલ જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન અને ઘનિષ્ઠ પુછપરછ કરતા , આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઇ સોહાગીયા પાસેથી મેળવી . કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાની હોવાની હકીકત જણાવેલ છે . નાણા બેનામી હોવાની શંકા જતા કાયદેસર કાર્યવાહી કરી , આ બાબતે આયકર વિભાગ તથા મુખ્ય ચુંટણી અધિકારી ગુજરાત તથા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.નાણા સુરત ખાતેથી મેળવેલ હોય આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવેલ છે . આગળની વધુ તપાસ ભરૂચ એસ.ઓ.જી. સોંપવામાં આવેલ છે.

કબજે કરેલ મુદામાલ

જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂપીયા ૨૫,૦૦,૦૦૦

મોબાઇલ નંગ -૦૩ કિંમત રૂપીયા ૧૨,૦૦૦

મારૂતિ બૅઝા કાર કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦

• દિપકસિંહ દશરથસિંહ ચૌહાણ

રહેવાસી ધાનેરા તા.કરજણ જી.વડોદરા

• રવીભાઇ લક્ષ્મણભાઇ મોકરીયા

રહેવાસી ૫૦૧ , અવધ સોસાયટી , વાસણા રોડ , વડોદરા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution