07, માર્ચ 2021
આણંદ : ગત ૨૮મી ફેબ્રુઆરીના આણંદ પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ૧૩ વોર્ડની ૪૯ બેઠક પર ૧૩૭ ઉમેદવારો મેદાનમાં ઊતર્યાં હતાં. પરિણામ ગત મંગળવારે જાહેર થતાં વોર્ડ ૧થી પાંચમાં ભાજપ તથા આપના ઉમેદવાર તથા ૬થી ૧૩માં કોંગ્રેસ, એનસીપી સહિત અપક્ષોમાંથી કુલ ૪૯ ઉમેદવારો ડિપોઝીટ શુદ્ધાં ગુમાવી છે. આ ડિપોઝીટની કુલ રકમ રૂ.૭૪,૦૦૦ થવા પામી છે.