મુંબઈ-

મુંબઈ સીએસટીમાં જીપીઓ પાસે પાંચ માળની ભાનુશાળી ઈમારતનો અડધો હિસ્સો ધરાશાયી થયો હતો. જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોમાંથી 23 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. જોકે હાલ બચાવ કામગીરી શરૂ છે.

આ દુર્ઘટનામાં કાટમાળ નીચે કેટલાય લોકો ફસાયા છે. હાલ 23 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈમારતના બચેલા ભાગમાં પણ કેટલાય લોકો ફસાયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ છે. 

મુંબઇ શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં બે બીલ્ડિંગો ધરાશયી થઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે પહેલી ઘટના સાઉથ બોમ્બેના ફોર્ટ વિસ્તારમાં થઇ છે. જ્યારે પાંચ માળની બીલ્ડિંગ ધરાશયી થઇ ગઇ. જેને કારણે ઘણાં લોકો કાટમાળમાં નીચે ફસાયા છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં પાંચ માળની ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.