પાલનપુરમાં કાર ડિવાઈડર સાથે ટકરાતા ૫ના મોત : ક્રેન વડે મૃતદેહોને બહાર કાઢયા
23, જુલાઈ 2020

પાલનપુર,તા.૨૨  

ગઈકાલ બુધવારના રોજ મોડી રાતે પાલનપુરના ચિત્રાસણી-બાલારામ બ્રિજ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇ ૨૦ કાર ડિવાઈડર પર ચડી જતાં તેનો ખુરદો બોલાઇ ગયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે કારમાં બુરી રીતે ફસાયેલાઓને બહાર કાઢવામાટે ક્રેનની મદદ લેવી પડી હતી. આ અકસ્માતમાં ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં જ તેમના મોત થયા હતા. મોડી રાતે ૨ વાગ્યાના અરસામાં થયેલા અકસ્માતમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અચાનક ડિવાઈડર કાર ચડી જતાં તેના ખુરદો બોલાઈ ગયો હતો. અક્સ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવારાર્થે નજીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમને સારવાર મળે એ પહેલા તેમના પણ મોત થયા હતા. જ્યારે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કુલ ૫ લોકોના મોત થયા છે. હજુ સુધી તેમની કોઈ ઓળખ થઈ શકી નથી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution