23, જાન્યુઆરી 2021
ભૂજ-
કચ્છના મુંદ્રામાં કસ્ટોડિયલ ડેથ કેસમાં પીઆઈ સહિત છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ ઈન્સપેક્ટર જે.એ. પઢીયારની બદલી બાદ ફરજ મોકૂફ કરી દેવાયા છે. જ્યારે હત્યાનો ગુનો જેના પર છે તે શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાડને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કચ્છમાં મુન્દ્રા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં શકમંદ આરોપી તરીકે સમાઘોઘા ગામના અરજણ ગઢવી નામના યુવાનની અટક કરાઈ હતી. જેનું પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરથી કસ્ટોડિયલ મોત થતા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.