13, જુલાઈ 2025
1782 |
અમદાવાદ, અમદાવાદમા કરોડો રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર ૬ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ. બિલ્ડરે રૂપિયા માગતાં પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી, જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી. પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતાં ગેંગવોર જેવી સ્થિતી સર્જાઇ હતી. હવે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમા સ્પષ્ટ જાેઈ શકાય છે કે ૩ શખ્સો રોડની ફૂટપાથ પર કોઈની રાહ જાેઈ રહ્યા હોય તે રીતે ઉભા છે. બાદમાં થોડીવાર પછી એક ગ્રીન કલરની ટી-શર્ટ પહેરેલો શખ્સ ત્યાંથી નીકળી જાય છે. બાદમાં થોડીજ વારમાં એક પઠાણી-કુર્તો પહેરેલા શખ્સ સાઇડમાં દિવાલ પર કોઈ ડંડા જેવી વસ્તુ લઇને એક્ટિવા જેવા વાહનની સાઇડમાં મૂકે છે.બાદમાં થોડીવારમાં તે રોડ પર આવીને એક વ્હાઇટ શર્ટમાં ટુ-વ્હીલર પર આવતા શખ્સને રોકે છે. બાદમાં પાછળથી એક શખ્સ આવીને ટુ-વ્હીલર પર રહેલા શખ્સને પકડી લે છે. અને ડંડાવાળો શખ્સ અને તેની સાથે જે શખ્સ હોય છે તે ભાગી જાય છે.બાદમાં જે થોડીવાર પહેલાં ગ્રીન ટી-શર્ટ પહેરેલો શખ્સ હતો તે પાછો દોડીને પોતાના ખિસ્સામાંથી કંઇક કાઢીને જે ટુ-વ્હીલર પડ્યું છે ત્યાં આવે છે. બાદમાં ધડાધડ ફાયરિંગનો અવાજ આવે છે અને પાછળથી આવેલો શખ્સ અને ગ્રીન ટી-શર્ટમાં રહેલો શખ્સ ત્યાંથી ભાગી જાય છે.ભાગતા ભાગતા પાછળથી આવેલા શખ્સના હાથમાંથી કંઇ પડી જાય છે. તે પાછો વળીને તે લઇને તે ત્યાંથી નીકળી જાય છે. બાદમાં બધા ત્યાંથી ભાગી જાય છે. જે ટુ-વ્હીલર પર શખ્સ હતો, તે કોઇને ફોન કરીને બોલાવે છે અને બાદમાં કોઈ અન્ય શખ્સ તેનું ટુ-વ્હીલર ચલાઇ લે છે અને તે ત્યાંથી તેની પાછળ બેસીને નીકળી જાય છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.