વડોદરા, તા.૧૨

પ્રધાનમંત્રી ના ક્ષય મુક્ત ભારત આહ્વાન મુજબ ગત વર્ષે તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ વડોદરા ના સંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા ની વિવિધ સંસ્થાઓના સહયોગ થી વડોદરા ના ૨૪૦૦ જેટલા ક્ષય રોગ ના દર્દીઓને દત્તક લેવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ૧૨૦૦ થી વધુ સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા વડોદરા ના ૨૪૦૦ જેટલા ક્ષય રોગ ના દર્દીઓને તેઓની સાર-સંભાળ તેમજ તેઓને મોરલ સપોર્ટ આપવા માટે દત્તક લેવામાં આવ્યા હતા. આ વર્ષે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિ અધ્યક્ષ સ્થાને સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર પ્રમુખ ડો વિજય શાહ દ્વારા તથા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રીઝ ના સહયોગ થી ૬૦૦ ક્ષય રોગના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. આ દર્દીઓને ૬ મહિના સુધી રાશન કીટ વિતરણ કરવામાં આવશે.જેમાં બાજરી ૩ કિલો, તુવેરદાળ ૩ કિલો, ચણા ૧ કિલો, તેલ ૫૦૦ ગ્રામ તથા ગોળ ૧ કિલો ૬ મહિના સુધી વિતરણ કરવામાં આવશે.આજે આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મેયર નિલેશરાઠોડ, ધારાસભ્યઓ યોગેશ પટેલ, ડો મનીષાબેન વકીલ , કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ તથા દર્શનાબેન દેશમુખ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો હિતેન્દ્રભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.