10, ઓક્ટોબર 2021
વડોદરામાં ગરબાની મોસમ પૂરબહારમાં ખીલી છે, પણ વડોદરાના ગોવાળિયાઓ છેક પૌરાણિકકાળથી રાસના રસિયા છે તેથી તેમણે તેમની ગાયોને બારમાસી ગરબા રમવા રસ્તા પર છૂટી મુકી દે છે અને પાલિકાના નપાણિયા શાસકો તેમને હાથપગ જાેડી પ્રજાની પરેશાની દૂર કરવા વિનવે છે. પણ કડક પગલાં લેવાની હિંમત નહીં બતાવી ગાયોના આ ગરબાઓને પ્રાયોજિત કરે છે એવી લાગણી સર્વત્ર વ્યાપી છે.