નલિયામાં 7.1 કેશોદમાં 8.6 ડિગ્રી, કચ્છને ઠંડીમાંથી આંશીક રાહત
15, જાન્યુઆરી 2021

ભુજ-

નલિયામાં ગઈ કાલ કરતા આજે લઘુત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી ઊચકાયો છે અને નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી છે. કેશોદમાં આજનું લઘુતમ તાપમાન 8.6 ડિગ્રી છે જે ગઇકાલ કરતા એક ડિગ્રી ઓછું છે. કેશોદ અને નલિયા સિવાય સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ડબલ ફિગરમાં નોંધાયો છે. અન્ય શહેરોના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં 12.6 ભાવનગરમાં 15 પોરબંદરમાં 13 રાવળ માં 14.4 દ્વારકામાં 16.4 ઓખામાં 17.2 ભુજમાં 13.4 સુરેન્દ્રનગરમાં 14 કંડલામાં 12.6 અમરેલીમાં 12 ગાંધીનગરમાં 12.5 મહુવામાં 13.9 દીવમાં 14.2 વલસાડમાં 13 વલ્લભવિદ્યાનગરમાં 14.2 અમદાવાદમાં 15 ડીસામાં 10.5 વડોદરામાં 14 અને સુરતમાં 18.2 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 થી 50 ટકા આસપાસ રહ્યું હતું તેમાં આજે વધારો થયો છે અને આજનુ ભેજનું પ્રમાણ 75થી 80 ટકા જેટલું નોંધાયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution