અમદાવાદ-

બુધવારે ગુજરાતના અમદાવાદમાં કપડાના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ પછી મકાનમાં વિસ્ફોટ થતાં છત તૂટી પડી હતો. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે 4 લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડી ઘટના પહોચી રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. નાનુુકાકા એસ્ટેટમાં સ્થિત કપડાનાં વેરહાઉસમાં આગ શરૂ થઈ ગઈ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વેરહાઉસની બાજુમાં બોઈલરમાં વિસ્ફોટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોનો બચાવ થયો છે, જેમાં એકની તબિયત સારી છે અને બાકીની હાલત ગંભીર હોઇ શકે અથવા તેઓ મરી શકે છે. આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે. આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. ત્યારે અન્ય 2 ગુમ હોવાનું સામે આવ્યું છે.